Homeગુજરાતમોરબીસંસ્કૃત ભાષા સાથે રૂબરૂ : રત્નમણિ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની મોડેલ સ્કૂલના સંસ્કૃત...

સંસ્કૃત ભાષા સાથે રૂબરૂ : રત્નમણિ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની મોડેલ સ્કૂલના સંસ્કૃત કક્ષની મુલાકાત

સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તેમજ બેગલેસ ડેની ઉજવણી અંતર્ગત રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરારના વિદ્યાર્થીઓ દ્વારા મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે આવેલ સંસ્કૃત કક્ષની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને શિક્ષકો દ્વારા મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે લઈ જવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત કક્ષની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસ્કૃત ભાષા સાથે સંકળાયેલી સામગ્રી તેમજ કક્ષની વિશેષતાઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.

મોડેલ સ્કૂલના આચાર્યશ્રી બી. એન. વિડજા તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું મહત્વ, સંસ્કૃત કક્ષમાં ઉપલબ્ધ શૈક્ષણિક સાધનો અને સંસ્કૃત વિષયને રસપ્રદ રીતે શીખવવાની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેગલેસ ડે અંતર્ગત યોજાયેલી આ શૈક્ષણિક મુલાકાતથી વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર રહીને પ્રત્યક્ષ અનુભવ દ્વારા શીખવાની તક મળી હતી. સાથે સાથે સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને જિજ્ઞાસા વધે તેવો સુંદર શૈક્ષણિક અનુભવ પ્રાપ્ત થયો હતો.

આ સમગ્ર મુલાકાત વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, આનંદદાયક અને પ્રેરણાદાયી બની રહી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular