Homeગુજરાતમોરબીહળવદના રાયસંગપર અને ચંદ્રગઢ ગામે જુગાર રમતા કુલ 13 ઈસમો ઝડપાયા

હળવદના રાયસંગપર અને ચંદ્રગઢ ગામે જુગાર રમતા કુલ 13 ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના રાયસંગપર ગામે અને ચંદ્ર ગઢ ગામે જાહેરમાં જુગાર રમતા કુલ 13 ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાયસંગપર ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા સાત ઇસમો રાજુભાઈ બીજલભાઈ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કણઝરીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી, સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા રહે. બધા ગામ રાયસંગપર તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૨૩,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

જ્યારે બીજો દરોડો ચંદ્રગઢ (લીલાપર) ગામની સીમમાં વિષ્ણુ જેરામભાઇ હડીયલની વાડીએ જુગાર અંગે રેઈડ કરી ૦૬ ઇસમો નાનજીભાઈ સુખાભાઈ હડીયલ રહે હળવદ જુની મામલતદાર કચેરી સામે તા.હળવદ, રમેશભાઈ જહાભાઇ ચાવડા રહે.ગામ કોંઢ કનકપુર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદિયા રહે ગામ કોંઢ કનકપુર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી રહે ગામ શીવપુર તા.હળવદ જી.મોરબી, જગદીશભાઈ શંકરભાઈ સોનગ્રા રહે ગામ લીલાપર ચંદ્રગઢ તા.હળવદ, શામજીભાઈ મોહનભાઈ લોદરીયા રહે ગામ.બુટવડા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧,૬૧,૫૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી તથા પકડવાનો બાકી આરોપી વિષ્ણુભાઈ જેરામભાઈ હડીયલ/દલવાડી રહે.ગામ ચંદ્રગઢ લીલાપર તા.હળવદ વાડી માલીક મળી તમામ આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular