મોરબી તાલુકાના રંગપર જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી રાત્રિના સમયે અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. કોલોનીના અલગ-અલગ રૂમમાં સુતેલા શ્રમિકોના રૂમમાંથી કોઇ અજાણ્યો ચોર કુલ-7 મોબાઇલ ફોનની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપુર ગામે રહેતા અને મજૂર કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (ઉ.વ.43) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો ચોર ઈસમ મોડી રાતના સમયે ચોરી કરવાના ઇરાદે લુપ્ટેન કારખાનાના અલગ અલગ લેબરકોટરમાં ચોરી ચુપી રીતે પ્રવેશ કરી સાથીઓના અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 7 જેની કિંમત રૂપિયા 29,000 ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.