Homeગુજરાતમોરબીસાત સમુદ્ર પાર અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામ ખાતે...

સાત સમુદ્ર પાર અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી રક્ષાબંધનની ઉજવણી કરાઈ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે મોરબી ના લેઉઆ પાટીદાર સમાજ ના અગ્રણી સરદાર પટેલ પાટીદાર સમાજ-ટંકારા ના સ્થાપક પ્રમુખ કે.પી.ભાગીયા સાહેબ ની દીકરી ઉર્વશીબેન કીશનભાઈ ઠુમ્મર (રાજ બેંક) દ્વારા સાત સમુદ્ર પાર અમેરિકા રહેતા ભાઈ સુમિત ભાઈ ની રક્ષા માટે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રત માં મહાપ્રસાદ યોજ્યો હતો. આ તકે બહેને ભાઈને વિડીયો કોલ દ્વારા પૂ.જલારામ બાપા ના દર્શન કરાવ્યા હતા. આ તકે સુમિતભાઈ ના બહેન ઉર્વશીબેન, ભાણેજ તત્વકુમાર, માતા જયાબેન તથા પિતા કે.પી.ભાગીયા સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.

તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા,ભાવેશભાઈ બુદ્ધદેવ, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, સી.ડી.રામાવત, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular