કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોમાં આવેલા ચાર શખ્સો સામે ફરિયાદ
માળિયા મિયાણાના ખિરઈ ગામે રહેતા આધેડ પર પંચવટી ગામના પાટિયા પાસે આવેલા ભંગારના ડેલા પર રાત્રિ ચોકીદારી કરતી વખતે હુમલાનો પ્રયાસ અને ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જૂની મનદુખના કારણે કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા ચાર શખ્સોએ છરી બતાવી ડાલો ખાલી કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખીરાઈ ગામના વતની સુલતાન ભાઈ રહેમાનભાઈ સામતાણી (ઉ.વ.૪૭) એ આરોપી ઈકબાલ હાજીભાઈ મોર તથા રણમલ દિલાવર સામતાણી રહે. બંને ખીરઇ ગામ માળીયા મીયાણા તથા બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કેટુંબીક કાકાના દીકરા અલ્તાફને તથા સામાવાળાઓને મનદુખ ચાલતુ હોય જેથી અલ્તાફે ભાડે રાખેલ ભંગારના ડેલે ફરીયાદી રાત પાલી ચોકી દારી કરતા તે વખતે આરોપીઓ એકે કાળા કલરની સ્કોર્પીઓ કાર લઇ ભંગારના ડેલા પાસે આવી આરોપી ઇકબાલ તથા ૨ણમલ તથા અન્ય બે અજાણ્યા ઇસમો આવી ફરીયાદિને ગાળો આપવા લાગેલ તથા ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ તેમના ભેટમાંથી છરીઓ કાઢી અને ફરીયાદી તરફ દોડેલ અને ફરીયાદિને છરી બતાવી કહેલ કે ડેલો ખાલી કરી દેજે જો અહીંયા દેખાણો તો જાનથી મારી નાખીસ અને કહી દેજે અલ્તાફને ભંગારનો ડેલો ખાલી કરી દે નકર તને અને અલ્તાફને પણ જાનથી મારી નાખીસુ તેવી ધમકી આપી તેમજ અજાણ્યા બે ઇસમોએ ડેલો ખાલી કરી દેજે નક્કર બંન્નેને પતાવી દેસુ તેવુ કહેતા કહેતા જતા રહેલ હોય જેથી આરોપીઓએ છરી બતાવી ફરીયાદિને ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.