Homeગુજરાતમોરબીવાંકનેરના કોઠારીયામાં બંધ મકાનના તાળા તોડી રૂ.1.60 લાખની ચોરી મોરબી વાંકનેરના કોઠારીયામાં બંધ મકાનના તાળા તોડી રૂ.1.60 લાખની ચોરી By morbisahyognews August 26, 2026 58 Share FacebookXPinterestWhatsApp વાંકનેર તાલુકાના કોઠારીયા (નવા પ્લોટ વિસ્તાર) ખાતે રહેતા ઉસ્માનગનીભાઈ માથકીયાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ મળી રૂ. 1.60 લાખના મત્તાની ચોરી કરી નાસી ગયા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ઉસ્માન ગનીભાઈ માથકિયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ અજાણ્યો ચો૨ ઇસમ ફરિયાદીના રહેણાક મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમા પ્રવેશ કરી ફરિયાદિના રહેણાક મકાનના બે રૂમો પૈકી ડાબી બાજુના રૂમમા રાખેલ કબાટનો લોક કોઈ હથીયારથી કોઇપણ રીતે તોડી કબાટના ખાનામાં રાખેલ ફરિયાદિના પત્ની જેનમબેનના સોના ચાંદીના દાગીના જેમા સોનાનો હાંસડી હાર, સોનાની પોંચી, સોનાની વીંટી. સોના ના કાનના એરીંગ સોનાની સેર દિકરી શફીનાબેનના ચાંદીના સાંકળા મળી કિ.રૂ. ૧,૫૦, ૦૦૦તથા રૂ. ૧૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૧,૬૦,૦૦૦ ની માલ મતાની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 મોરબી વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર August 31, 2026 મોરબી મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા August 31, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીના લાયન્સનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા morbisahyognews - August 31, 2026 મોરબીમાં ડ્રેનેજ સહિતની સુવિધાઓની સમીક્ષા, મેયર સહિતના પદાધિકારીઓએ કરી સ્થળ મુલાકાત morbisahyognews - August 31, 2026