ટંકારા: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ, તથા લાજપોર સુરત જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર મોરબીનાઓએ પ્રોહીબીશન ના ગુનામાં સંડોવાયેલ આરોપી વશરામભાઇ નારણભાઇ સાટકા રહે. ગઢડા ગામ તા.પડધરી જી.રાજકોટ તથા ધર્મેન્દ્રભાઇ નાગજીભાઇ ફાંગલીયા રહે. વાછકપર તા.ટંકારા જી.મોરબી વાળાઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમોની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ બે ટીમો બનાવી આરોપીનેવશરામભાઇ નારણભાઇ સાટકા (ઉ.વ. ૩૦) રહે. ગઢડા ગામ તા.પડધરી જી.રાજકોટ વાળાનેરહેણાંક મકાનેથી પાસા તળે ડિટેઈન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ તેમજ ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો નાગજીભાઇ રાજાભાઇ ફાંગલીયા (ઉ.વ.૨૧) રહે.વાછકપર (બેડી) તા.ટંકારા જી.મોરબી વાળાને હીલોલ તા.દેહગામ જી.ગાંધીનગર ખાતેથી ઝડપી પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.