Homeગુજરાતમોરબીમોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી

સિવિલ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓને રક્ષાપોથી બાંધી અનોખી ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા રાષ્ટ્ર સેવિકા સમિતિ તથા શ્રી રામ રાત્રી શાખા દ્વારા રક્ષાબંધન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ વિભાગ સંયોજક કિરણબેન જોષી, મોરબી સંયોજક રશ્મિબેન, આરતીબેન સહિત સમિતિની બહેનોએ વિવિધ સ્થળોએ જઈ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

સમિતિની બહેનોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યકર્મીઓ તેમજ પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓને રક્ષાપોથી બાંધી હતી. સમાજની સેવા અને સુરક્ષા માટે સતત ફરજ બજાવતા કર્મચારીઓ પ્રત્યે સન્માન અને આદર વ્યક્ત કરી રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમિતિની બહેનો સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular