મોરબી શહેરમાં પીયરમા રહેતી પરિણીતાએ પોતાના પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ બોરીચા વાસમાં પિયરમાં રહેતા મિલનબેન રામજીભાઈ ગોજીયા એ આરોપી હિતેશ ઉર્ફે જીતુ અરજણભાઈ કરંગીયા તથા મણીબેન અરજણભાઈ કરંગીયા રહે. બંને જામનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ એ અવાર નવાર નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.