મોરબીના ઘુટુ રોડ પર આવેલી એ.સી. રિપેરિંગની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. બંધ દુકાનની પાછળની બારીના લોખંડના સળિયા તોડી અંદર ઘૂસેલા તસ્કરો આશરે 100 કિલો જેટલો કિંમતી કોપર વાયર ચોરીને ફરાર થઈ ગયા છે, જેની બજાર કિંમત રૂ. 1,80,000 ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સમલી ગામે રહેતા કૌશિકભાઈ ત્રિભોવનભાઈ પટેલ (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ડાયમંડ રેફ્રીજરેશન નામની દુકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે બંધ દુકાનની પાછળ આવેલ લોખંડની બારીના સળીયા તોડી ચોરી કરવાના ગુન્હાહીત ઇરાદે પ્રવેશ કરી દુકાનમાં રહેલ નવા શુધ્ધ કોપર વાયરના ફીંડલા તથા નાના-મોટા કોપર વાયરના ટુકડા મળી અંદાજે ૧૦૦ કીલો કોપર વાયર (કેલબ તથા સુધ્ધ કોપર વાયર) કી.રૂ. ૧, ૮૦,૦૦૦/- કોપર વાયર/કેબલ વાયરની ચોરી કરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.