મોરબી શહેર વિસ્તારમાંથી રવાપર રોડ પર આવેલ કરણ એપાટમેન્ટ પાસે થી ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટની પિસ્ટલ (અગ્રીશસ્ત્ર) હથિયાર તથા જીવતા કાર્ટીસ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, પરીમલભાઇ ગોપાલભાઇ વાધેલા રહે.લીલાપર રોડ મોરબીવાળા પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી આધારે મોરબી રવાપર રોડ, કરણ એપાટમેન્ટ પાસે રેઇડ કરતા આરોપી દેશી હાથ બનાવટની પિસ્ટલ (હથીયાર) નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ.૨૦૦/- મળી કુલ મુદ્દામાલ કીમંત રૂપીયા ૫,૨૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી એસ.ઓ.જી. શાખાએ હાથ ધરેલ છે.