Homeગુજરાતમોરબીમોરબી: જાંબુડીયાના રોલેક્સ કારખાનામાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી પકડાયા

મોરબી: જાંબુડીયાના રોલેક્સ કારખાનામાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપી પકડાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ કારખાનામાં એકાદ મહિના પહેલા થયેલ કેબલ ચોરીના અનડીટક્ટ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કેબલ વાયર ચોરીનો રજીસ્ટર થયેલ જેમાં તા.૦૫/૦૭/૨૦૨૬ ના રાત્રીના સમયે ફરીયાદી અંકુરભાઇ ડાયાભાઇ કગથરા રહે.મોરબી વાળાના મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સ્પ્રે ડાયર નામના મારબલ કટીંગના કારખાનામાં કોઇ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી ઇલે. ચાલુ લાઇનના કેબલ વાયર ચોરી કરી લઇ જતા ગુનો બનેલ હતો.

મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડનો સ્ટાફ આ ગુનો શોધી કાઢવાની કામગીરી કરવા કાર્યરત હોય તે દરમ્યાન ટેકનીકલ માધ્યમ, હ્યુમન સોશીર્સ તથા ખાનગી બાતમી આધારે બાતમી મળેલ કે આ ઘરફોડ ચોરી વિજય અજયભાઈ સલાટ રહે. જાંબુડીયા તા.જી.મોરબી તથા ઘેલો જમાલભાઈ સલાટ રહે. રફાળેશ્વર મચ્છુનગર તા.જી.મોરબી વાળાઓએ કરેલ હોય અને ચોરી કરેલ મુદ્દામાલ કેબલ વાયર વિજયના ઘરે રાખેલ હોય અને આ બન્ને ઇસમો આ ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા જવાની તૈયારી કરતા હોય તેવી બાતમી મળતા એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફના અધિકારી/ કર્મચારીઓ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આ ગુનામાં ચોરાયેલ કેબલ વાયર ૮૦ મીટર જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમો મળી આવેલ જેઓની પુછપરછ કરતા તેઓએ આ ગુનો આચર્યાની કબુલાત કરેલ અને ઘરફોડ ચોરીથી મેળવેલ તે આ મુદામાલ હોવાનુ જણાવતા બે આરોપીઓને મુદામાલ સાથે પકડી અટક કરી ધોરણસરની કાર્યવાહિ અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોંપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular