Homeગુજરાતમોરબીગોરખીજડિયા પ્રાથમિક શાળાનો SGFI સ્પર્ધામાં દબદબો

ગોરખીજડિયા પ્રાથમિક શાળાનો SGFI સ્પર્ધામાં દબદબો

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 80 મીટર વિઘ્ન દોડમાં પ્રથમ સહિત ત્રણ વિદ્યાર્થીની શાનદાર સિદ્ધિ

ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલી SGFI રમતગમત સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

80 મીટર વિઘ્ન દોડમાં માવી મનોજે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલની સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે ચક્ર ફેંક સ્પર્ધામાં કંઝારીયા પૂનમે દ્વિતીય ક્રમ મેળવ્યો છે. તેમજ લાંબી કૂદ સ્પર્ધામાં મેડા સેનાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

ત્રણેય રમતવીરોની આ સિદ્ધિ બદલ ગોરખીજડિયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular