Homeગુજરાતમોરબીમોરબીના રંગપર અને ભડીયાદ ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા 9 શખ્સો... મોરબી મોરબીના રંગપર અને ભડીયાદ ગામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા 9 શખ્સો ઝડપાયા By morbisahyognews August 23, 2026 95 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને મોરબી તાલુકાના રંગપર ગામે જાપા પાસે અને ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા કુલ 9 ઇસમોને ઝડપી પાડ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન રંગપર ગામે જાપા પાસે રેઇડ કરતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગ જુગાર રમતા ફૂલ-૦૪ ઇસમો જગદીશભાઇ મોતીભાઇ નયા (ઉ.વ.૪૦) સાગરભાઇ મોતીભાઇ નયા (ઉ.વ.૩૨), ગોવિદભાઇ છેલાભાઇ ગીંગોરા (ઉ.વ.૪૫) સુરેશભાઈ રમેશભાઇ કગથળા (ઉ.વ.૩૬) રહે- બધા રંગપર તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૧૪,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. બીજો દરોડો મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોરા પાસે રામદેવપીરના મંદિરની પાછળની શેરીમાં રેઇડ કરતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા કૂલ-૦૫ ઇસમો હિતેષભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૮) રહે-ભડીયાદ કાંટે વિધ્યાનગર તા.જી.મોરબી, રસીકભાઇ ભીખાભાઇ ધોળકીયા (ઉ.વ.૫૬) રહે- ભડીયાદ કાંટે વિધ્યાનગર તા.જી.મોરબી તા.જી.મોરબી, હસમુખભાઇ અતુલભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૧) રહે-ભડીયાદ કાંટે વિધ્યાનગર તા.જી.મોરબી, સંતોષભાઇ મેરાભાઈ ઇટોદરા (ઉ.વ.૨૬) રહે-રામાદેવપીર ઢોળા પાસે રામદેવનગર ભડીયાદ તા.જી.મોરબી, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભાઇ પંચાણજી ઝાલા (ઉ.વ.૩૬) રહે-રામદેવનગર ભડીયાદ તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૩૧,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 મોરબી ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો October 17, 2026 મોરબી ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026 મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો morbisahyognews - October 17, 2026 ધિ બેંગલ દુર્ગા પૂજા ગ્રૂપ કમીટી દ્વારા મોરબીમાં ‘બુરાઈ પર અચ્છાઈની જીત’ની થીમ સાથે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન morbisahyognews - October 17, 2026