મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલી સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાંથી માત્ર ૩ વર્ષના માસૂમ બાળકનું એક શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની હાલ મોરબીના ઘોટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજુરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઇ વર્મા (ઉ.વ.૨૬) એ આરોપી સંતોષ નવલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના સગીર વયના દિકરાને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી બજારમાંથી રમકડા લઈ આપવાનું બહાનું બતાવી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.