Homeગુજરાતમોરબીમોરબી: ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં 06 મહિનાથી નાસતો-ફરતો મધ્યપ્રદેશનો આરોપી ઝડપાયો

મોરબી: ઘરફોડ અને વાહન ચોરીના ગુનામાં 06 મહિનાથી નાસતો-ફરતો મધ્યપ્રદેશનો આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ તથા વાહન ચોરી તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુન્હામાં છેલ્લા છયેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ તથા વાહન ચોરી ગુન્હાનો આરોપી કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ (ઉ.વ.૩૪ ) રહે-બોગાલી નરવાલી તા.ફકસી થાના-ટાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળા છેલ્લા છયેક માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફનાને ખાનગીરાહે બાતમી મળેલ કે ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી બરવાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular