મોરબી શહેરના વાઘપરા નાકા પાસે દાણાપીઠ સબ સ્ટેશન નજીક રેકડી પર રાખેલી લોખંડની પેટીમાંથી એ ડીવીઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરના વાઘપરા નાકા પાસે દાણાપીઠ સબ સ્ટેશન નજીક રેકડી પર રાખેલી પેટીમાં વિદેશી દારૂના ચપલા નંગ -૬૧ કિંમત રૂપિયા ૪૫૭૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આરોપી સિદ્દીકભાઈ ઈસ્માઈલભાઈ ચાનીયા રહે વાઘપરા, મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.