Homeગુજરાતમોરબીજાહેરનામાના ભંગ બદલ મોરબીના 'સ્કાય મૂન સ્પા'ના સંચાલક સામે ગુનો દાખલ

જાહેરનામાના ભંગ બદલ મોરબીના ‘સ્કાય મૂન સ્પા’ના સંચાલક સામે ગુનો દાખલ

મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર આવેલા ‘સ્કાય મૂન સ્પા’ના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમ ચેકિંગમા હોય તે દરમિયાન પિત્રુ કૃપા શોપિંગના પહેલા માળે આવેલ સ્કાય મૂન સ્પામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્પાના સંચાલક ત્રિલોકભાઈ ઈશોરભાઈ પાલી (રહે. ઓમકાર રેસિડેન્સી, લીલાપર રોડ, મોરબી) પોતાના સ્પામાં કામ કરતી બે સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હોવાનું સામે આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના સ્પા પાર્લર અંગેના જાહેરનામા (તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૩૦/૦૯/૨૦૨૬) અનુસાર સ્પા કર્મચારીઓની પોલીસ નોંધણી કરાવવી ફરજિયાત છે. આ જાહેરનામાના ભંગ બદલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular