મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી આગમન કરે (પધારે) મોલાએરાજા સાહેબની દરગાહે ખાસ દુઆ
મોરબી : મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી પધારવાના મુબારક અવસરને લઈને દાઉદી વ્હોરા સમાજમાં ખુશી અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મુબારક પ્રસંગે મોરબીના દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ બેહનો વડીલો અને બાળકો એકસાથે નાની બજારમાં આવેલી સૈફી મસ્જિદ ખાતેથી પદયાત્રા સ્વરૂપે નીકળ્યા હતા. મોટી સંખ્યામાં સમાજના લોકો અકીદત અને ઈમાન સાથે જોડાયા હતા અને મોલાએરાજા સાહેબની દરગાહે પહોંચ્યા હતા.
દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ અકીદતમંદો દ્વારા મોલાએરાજા સાહેબની દરગાહ ખાતે મૌલા મોરબી પધારે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબી શહેર તેમજ સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં અમન, સલામતી, ખુશહાલી, બરકત અને ભાઈચારાની દુઆ કરવામાં આવી હતી.
મૌલા ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS)ના મોરબી આગમનના મુબારક અવસરને લઈને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. સમાજના ભાઈઓએ એકતાના ભાવ સાથે પદયાત્રામાં જોડાઈ અકીદત અને મહોબ્બતનો સુંદર સંદેશ આપ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરગાહ શરીફ ખાતે ઈબાદત, દુઆ અને અકીદતનો માહોલ છવાઈ ગયો હતો. મોરબી દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા મૌલા સાહેબના મુબારક આગમન નિમિત્તે ખાસ દુઆ કરી સમાજ અને શહેરની સલામતી તથા અમન-ચેન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.