મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં પત્ની સાથે મારકૂટ મામલે સમજાવવા ગયેલા પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ લાકડાના ધોકાથી બંને પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા કિશનભાઇ ગેલાભાઈ સોલંકી (ઉ.વ.૨૭) એ આરોપી જયદીપભાઇ દિનેશભાઇ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ, રેખાબેન રહે. બધા ઘુંટુ ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપી જયદીપને તેના પત્નીને માર નહીં મારવા બાબતે સમજાવતા જે વાતનું સારૂ નહીં લાગતા આરોપીઓએ ફરીયાદિના ઘર પાસે જઈને ફરીયાદીના મમ્મી રમીલાબેનને જેમફાવે તેમ ગાળો બોલી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામા પક્ષે ઘુંટુ ગામે રહેતા દિનેશભાઇ જેરામભાઈ રાઠોડ (ઉ.વ.૫૭) એ આરોપી કિશનભાઇ ગેલાભાઈ સોલંકી, મનોજભાઈ ગેલાભાઈ સોલંકી, રમીલાબેન ગેલાભાઈ સોલંકી રહે. બધા ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાથી જયદીપભાઈ તથા દિપિકાબેન આરોપી રમીલાબેનને માટે જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને સાથી ને ગંદી ગાળો બોલી આરોપીઓને ફોન કરી બોલાવી ઝગડો કરતા ફરીયાદી વચ્ચે પડતા લાકડાના ધોકા વડે ફરીયાદીને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.