Homeગુજરાતમોરબીવાંકાનેરની એચ.એન. દોશી કોલેજ ખાતે સાયબર સેફ્ટી, સેલ્ફ ડિફેન્સ અને SHE ટીમ...

વાંકાનેરની એચ.એન. દોશી કોલેજ ખાતે સાયબર સેફ્ટી, સેલ્ફ ડિફેન્સ અને SHE ટીમ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત વાંકાનેરની એચ.એન. દોશી કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓ માટે સાયબર સેફ્ટી, સેલ્ફ ડિફેન્સ અને SHE ટીમ અંગેના વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓની માહિતી અને દીકરીઓને આત્મનિર્ભર અને સુરક્ષિત બનવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ટીમ દ્વારા સોશિયલ મીડિયાનો સલામત ઉપયોગ, ડિજિટલ સાવચેતીઓ અને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો સરળ ભાષામાં સમજાવી સેલ્ફ ડિફેન્સના વિવિધ દાવપેચનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું.

કોલેજના પ્રિન્સિપાલ વાય.એમ. ચુડાસમા, NSS કો-ઓર્ડિનેટર મયૂરભાઈ જાની તેમજ અધ્યાપકગણની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular