ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી અગાઉ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ તે ગુનામાં ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હતો. જે ગુનામાં અલગ અલગ કુલ-૧૨ આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. જે ગુનામાં નાસતો ફરતો આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા (ઉ.વ-૩૪) રહે-રાજકોટ રામાપીર ચોકડી રૈયાધાર સ્લમ કવાર્ટર નંબર-૮૭૧ તા.જી.-રાજકોટ મુળ ગામ સામપર (માધાપર) તા.જોડીયા જી.જામનગર વાળાને પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.