Homeગુજરાતમોરબીહળવદમાં જુની પૈસાની લેતી-દેતીના મનદુઃખમાં વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો

હળવદમાં જુની પૈસાની લેતી-દેતીના મનદુઃખમાં વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો

હળવદના સરા રોડ પર આવેલી હરીનગર સોસાયટી પાસે ગુરુપૂર્ણિમાના દિવસે દર્શને જઈ રહેલા નિવૃત્ત વૃદ્ધ પર કૌટુંબિક સગા-સંબંધિઓએ હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદના હરીનગર સોસાયટીમાં રહેતા દેવજીભાઈ પરસોત્તમભાઈ લોરીયા (ઉ.વ.૬૭) એ આરોપી દલીચંદ લોરીયા તથા મનીષ લોરીયા રહે. બંને અવધ સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સરા રોડ પર ઉભા હતા ત્યારે આરોપીઓ ત્યાથી મોટર સાઇકલ લઈ નીકળતા ફરીયાદી જોઈ જતા ફરીયાદીને પકડી કહેલ કે તમારા દિકરા જયેશના કારણે અમારી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝની પેઢીમા નુકસાની આવેલ હોય અને ફરીયાદીનો દિકરો જયેશ આરોપી મનીષ સાથે અગાઉ વેપાર કરતો હોય અને આરોપીઓ સાથે ફરીયાદિના દિકરા જયેશને પૈસા ની લેતી દેતી થયેલ હોય જેનુ મનદુખ રાખી ફરીયાદીને પકડી ઢીકા પાટુનો માર મારી ભુંડા બોલીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular