Homeગુજરાતમોરબીમોરબી જિલ્લાના વાંકાનેર શહેરની એક મહિલા કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની એક મહિલા કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની એક મહિલા ભાવનગર જિલ્લાના પાલિતાણા પ્રવાસ દરમિયાન બીમાર પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ મહિલાને 28 જુલાઈના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 29 જુલાઈના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે.

કોરોના કેસની પુષ્ટિ થયા બાદ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગે મોરબી જિલ્લા તંત્રને જાણ કરી છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર મામલે ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular