મોરબી મહાનગરપાલીકાની યુ.સી.ડી. શાખા દ્વારા ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સ્વનિધી (PM SVANidhi) યોજના અંતર્ગત લાભાર્થીઓને સરળતાથી લોનની રકમ ઉપલબ્ધ થાય તે હેતુસર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાવસર પ્લોટ શાખા મોરબી ખાતે ડિસબર્સમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન PM SVANidhi યોજના હેઠળ મંજુર થયેલા કુલ- ૩૦ લાભાર્થીઓને લોન વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ૯ લાભાર્થીઓને રૂ.૧૫ હજારની લોન અને ૧૨ લાભાર્થીઓને રૂ.૨૫ હજારની લોન અને ૯ લાભાર્થીઓને રૂ.૫૦ હજારની એમ કુલ રૂ.૮૮૫૦૦૦/- ની લોન સહાય બેંક મારફત આપવામાં આવી હતી સાથે સાથે લાભાર્થીઓને યોજનાની વિવિધ સુવિધાઓ સમયસર હપ્તા ભરવાના લાભો તેમજ આગામી તાબક્કાની વધુ રકમની લોન મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપાવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલીકાની યુ.સી.ડી. શાખાના શાખા અધ્યક્ષ તથા SBI સાવસર પ્લોટ બ્રાંચ મેનેજર ના સંયુક્ત પ્રયાસોથી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં મોટી સંખ્યામાં શેરી ફેરીયા,લારી ગલ્લા ધારકો અને અન્ય પાત્ર લાભાર્થીઓ એ હાજરી આપી યોજનાનો લાભ મેળવ્યો હતો મોરબી મહાનગરપાલીકા દ્વારા શહેરના વધુમાં વધુ પાત્ર ફેરીયાઓ અને નાના વેપારીઓને PM SVANidhi યોજનાનો લાભ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે યોજનાથી સ્વરોજગારીને પ્રોત્સાહન મળી રહ્યું છે તેમજ નાના વેપારીઓને તેમના વ્યવસાયને વધુ મજબુત બનાવવામાં આર્થિક સહાય મળી રહી છે.