વાંકાનેર તાલુકાના ખાખણા ગામે જૂની અદાવત રાખીને એક પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખાખણા ગામે રહેતા હેતલબેન અનિલભાઈ થોરીયા(ઉ.વ.૨૫) એ તેમના જ ગામના આરોપી સુરેશભાઈ ગોવિંદભાઈ ગોધાણી, સંજયભાઈ સંગ્રામભાઈ ગોધાણી, કરણભાઈ સંગ્રામભાઈ ગોધાણી, રવિભાઈ સંગ્રામભાઈ ગોધાણી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ સાત આઠ દીવસ પહેલા માર્ગમાં ગારો( કીચડ) ઉડવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબત ની દાઝ રાખી આરોપીઓ ફરીયાદીના પમઘર પાસે આવી ફરીયાદી તથા સાથીઓનો ગાળો બોલી લોખંડ ના પાઈપ તથા લાકડી (પોકા) વડે ફરીયાદી ને કપાડ ના ભાગે તથા સાથી રતનબેન ને પગ ના ભાગે મારમારી ઇજા કરી જાનથી મારી નાખવા ની ધમકી આપી સ્કુટી મોટરસાયકલને નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.