Homeગુજરાતમોરબીમોરબીના શાંતિવન આશ્રમ ખાતે ૨૯ જુલાઈએ 'શ્રી ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવ'નું ભવ્ય આયોજન

મોરબીના શાંતિવન આશ્રમ ખાતે ૨૯ જુલાઈએ ‘શ્રી ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવ’નું ભવ્ય આયોજન

ધાર્મિક અનુષ્ઠાનો સાથે સંતવાણીની જામશે રમઝટ

મોરબીના ઘોળેશ્વર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી શાંતિવન આશ્રમ ખાતે આગામી અષાઢ સુદ-૧૫ (ગુરુ પૂનમ) ને બુધવાર, તારીખ ૨૯-૭-૨૦૨૬ ના રોજ ‘શ્રી ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવ’નું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય અનંત વિભૂષિત શ્રી સદ્ગુરુ શ્રી કેશવાનંદ બાપુ અને ગુરુદેવ શ્રી મહેશ્વરાનંદ બાપુના દિવ્ય સાનિધ્યમાં યોજાનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે, જેનો લાભ લેવા માટે આશ્રમ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ ભવ્ય મહોત્સવની શરૂઆત વહેલી સવારે ૭:૦૦ કલાકે ગુરુ પૂજન તથા ગુરુયાગના પવિત્ર અનુષ્ઠાનથી થશે. ત્યારબાદ સવારે ૧૧:૦૦ કલાકે તમામ હરિભક્તો અને સેવક ગણ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાંજના સમયે આશ્રમ પરિસરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ કરાવવામાં આવશે અને સાથે જ ભક્તોને પૂજ્ય સંતોના દર્શનનો અમૂલ્ય લાભ પણ પ્રાપ્ત થશે. ઉત્સવના વિશેષ આકર્ષણ તરીકે રાત્રે ૧૦:૦૦ કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સ્ટેજ સંચાલક અને ગઝલ ગાયક ડો. શૈલેષભાઈ સી. રાવલના સથવારે ખ્યાતનામ ભજનીકો કિશોરભાઈ વાઘેલા, ભરતભાઈ વાઘેલા, વિજયાબેન વાઘેલા, ભગવાનજીભાઈ બોરીચા અને છગનભગત ભજનની સરવાણી વહાવશે. આ કાર્યક્રમમાં વિજયભાઈ મકવાણા (બેન્જો), આનંદભાઈ મકવાણા (વાયોલીન), રમેશભાઈ (મંજીરા) અને અનિલભાઈ – ઉસ્તાદ એન્ડ ગ્રુપ સંગીત સંગત આપશે. શ્રી કલ્યાણાનંદ ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ અને શ્રી શાંતિવન આશ્રમ (શ્રી રત્નેશ્વર મહાદેવ) પરિવાર દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular