Homeગુજરાતમોરબીમોરબી: રાજપર (કું.) ગામના આદિવાસી મહિલા સરપંચને જાતિસૂચક અપમાનિત કરી પદ પરથી...

મોરબી: રાજપર (કું.) ગામના આદિવાસી મહિલા સરપંચને જાતિસૂચક અપમાનિત કરી પદ પરથી હટાવવાની ધમકી

મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામના મહિલા સરપંચે ગામના જ બે વ્યક્તિઓ સામે જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે અને પંચાયતના કામમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વડોદરાના વતની અને હાલ મોરબીના રાજપર કુંતાસી ગામે રહેતા અને સરપંચ તરીકે ફરજ બજાવતા નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી (ઉ.વ.૩૨) એ આરોપી મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા રહે.‌રાજપર આમરણ અને સંદિપભાઈ ખીમજીભાઈ મેંદપરા રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ગામની દુકાનેથી ચીજવસ્તુ લઈ પરત આવતી વખતે આરોપી મનસુખભાઈએ ફરીયાદીને આ ગોધરી ગામની થોડી સરપંચ હોય, આ ને હુ ગમે ત્યારે સસ્પેન્ડ કરાવી નાખીશ તેમ બોલી ગર્ભીત ધમકી આપી જાહેરમા શાંતિ પ્રત્યે અપમાનિત કરી તેમજ આરોપીઓએ પંચાયત ઓફીસના પગથીયા ચઢતા-ચઢતા ફરીયાદીને આજની મીટીંગમા કોઇ નિર્ણય થવા દેવો નથી અને આ ગોધરી ને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવીને જ રહેવી છે તેમ બોલી ગર્ભીત ધમકી આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular