મોરબીના માળિયા વનાળિયા ઈસ્માઈલના બંગલા પાસે “મારા ઘરનો દરવાજો કેમ તોડી પાડેલ છે?” તેવા સામાન્ય પ્રશ્ન બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ બે શખ્સોએ યુવકને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી તેમજ ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળિયા ઈસ્માઈલના બંગલા પાસે રહેતા અને મજૂરી કામ કરતા પંકજભાઈ પાલાભાઈ બારોટ (ઉ.વ. ૨૫)એ તેજ વિસ્તારમાં રહેતા આરોપી દિલિપભાઈ રાઠોડ અને નિલેશભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ કહેલ કે, તે કેમ મારા ઘરનો દરવાજો તોડી પાડેલ છે. આથી ફરીયાદી એ મે દરવાજો તોડેલ નથી એમ કહેતા આરોપી દિલિપભાઈ એકદમ ઉશકેરાય જઈ ફરીયાદિને છાતીના ભાગે છરી વડે સામાન્ય ઈજા કરી તથા આરોપી નિલેષભાઈએ ફરીયાદિને પગના ભાગે ધોકો મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.