કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કર્મયોગીઓને માર્ગદર્શન આપી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી
મોરબી: મોરબી જિલ્લામાં કુલ ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરે મહેસૂલી પરિવારમાં જોડાનાર તમામ નવનિયુક્ત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મહેસૂલી તલાટી તરીકે પ્રામાણિકતા, પારદર્શિતા અને જનસેવાની ભાવના સાથે કામગીરી કરવી જરૂરી છે. તેમણે તમામ નવનિયુક્ત કર્મયોગીઓને લોકોના પ્રશ્નોના સમયસર અને અસરકારક નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના અંતે કલેક્ટરે તમામ ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.