મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણી પિણી અને ફરસાણ ની પેઢીઓ માં કડક નિરીક્ષણ અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી. જેના ભાગરૂપે ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા ૫૬ જેટલી પેઢીઓ ની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ફૂડ શાખા દ્વારા સ્થળ અખાદ્ય વાસી ખોરાક મળતા સ્થળ પર જ નાશ કરી ને પેઢી ને નોટિસ ફટકારવામાં આવી.
જેમાં નીચે મુજબ કામગીરી કરેલ છે
૧) અમૂલ ડેરી ફાર્મ માંથી bacterial culture ના પેકેટ માં કોઈ licence number મળેલ ન હોય જેથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવેલો.
૨) પ્રકાશ બેકરી માંથી બ્રેડ પાઉ જેમાં expiry date mention ન હોય તેવા અ ખાદ્ય ખોરાક નો નાશ કરેલ.
૩) વજુભાઈ બ્રેડવાળા તથા લાલજીભાઇ બ્રેડવાળા માંથી બ્રેડ પર expiry date mention ન હોય તેવા અ ખાદ્ય ખોરાક નો નાશ કરેલ.
૪) today bakery માંથી ટોસ્ટ અને ice cream જેમાં કોઈ પણ expiry date mention ન હોય તેવા ખોરાક નો નાશ કરેલ.
૫) રોયલ સુપેરમર્કેટ માંથી expiry date જતી રહેલ ખાદ્ય પદાર્થ નો નાશ કરેલો.
આ સાથે ફૂડ શાખા દ્વારા ટોટલ ૪૩ પેઢીઓ ને હાઈજીન બાબત ફૂડ લાઈસન્સ તથા વાસી અને અખાદ્ય ખોરાક બાબતે નોટિસ પાઠવામાં આવી. અને વેપારીઓ ને તાકીદ કરવામાં આવે છે કે આ ફૂડ ચેકિંગ વધુ કડક રીતે કરવામાં અવસે.