મોરબી; રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ અતરંગ લકઝુરીયસ સ્પાના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી પોલીસ સ્ટાફ મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલ સંદર્ભ તપાસમાં હોય તે દરમિયાન જાણવા મળ્યું હતું કે અંતરંગ લકઝુરીયસ સ્પાના સંચાલક/મેનેજર હોય તેણે પોતાના કબ્જા ભોવટાવાળા અતરંગ લકઝુરીયસ સ્પામાં કાર્યરત બે મહિલા વર્કરના બાયોડેટાના ફોર્મ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યા નહોતા. આ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા તા. 1 જૂનથી 31 જુલાઈ 2026 સુધી અમલમાં રહેલા જાહેરનામાના સ્પષ્ટ ભંગ સમાન હોવાનું સામે આવતા પોલીસ દ્વારા આરોપી પિન્કલકુમાર અશોકભાઈ ચાવડા (ઉ.વ.૨૫) સ્પા સંચાલક રહે. અંતરંગ લકઝુરીયસ સ્પાના રાજકોટ મોરબી હાઈવે મૂળ રહે સુરતવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.