Homeગુજરાતમોરબીટંકારાના મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર : જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાને મોતને...

ટંકારાના મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર : જમીન માપણીના વિવાદમાં કાકા-ભત્રીજાને મોતને ઘાટ ઉતારાયા

પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો : હોસ્પિટલે આગેવાનોના ટોળા ઉમટ્યા, તપાસનો ધમધમાટ

ટંકારા : ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે એક જમીન માપણીના પ્રશ્ને ખૂની ખેલ ખેલાયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલી વાડીએ જમીન બાબતે થયેલા વિવાદમાં કાકા અને ભત્રીજા એમ 2 લોકોની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે. આ ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેઘપર ઝાલા ગામે વાડીએ જમીન માપણી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (કાકા) અને હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (ભત્રીજા) પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ખૂની હુમલામાં કાકા-ભત્રીજા બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મૃતદેહોને પીએમ અર્થે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડબલ મર્ડરના બનાવને પગલે ટંકારા હોસ્પિટલ ખાતે રાજકીય આગેવાનો અને ક્ષત્રિય આગેવાનોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક ધોરણે મેઘપર ઝાલા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular