મોરબી તાલુકાના પીપળીયા ચારરસ્તા નજીક કોલસાના ડેલા પાસે થયેલ ખુનના ગુન્હાના બંન્ને આરોપીઓને ગણતરીના સમયમાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડયા છે.
ગત તા.૧૧/૦૫/૨૦૨૬ ના બપોરના દોઢ થી પોણા બે વાગ્યા દરમ્યાન પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ વિશ્વમ કોર્પોરેશન નામના કોલસાના ડેલાના ગેટ સામે ન્યુ નવલખી ટાટા નગરના અબ્બાસ અબ્દુલ સોતા નામના ૨૯ વર્ષના યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી તેના બંન્ને ભાઇઓને પાઇપ તથા લોખંડના સળીયા વડે માર મારી ઇજા પહોચાડતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખુન અંગેનો ગુન્હો રજીસ્ટર થયેલ.
આ ગુન્હાની હકીકત એવી છે કે મરણ જનાર અબ્બાસ અબ્દુલ સોતા તેના કુટુંબીક બનેવી આશીફ ઇલીયાસ દલની બહેન સાથે મોબાઇલ ફોન પર મેસેજ કરી વાતચીત કરતો હોય જેની જાણ થઇ જતા આરોપી આશીફ ઇલીયાસ દલ તથા તેના બનેવી હુશેન ઇબ્રાહિમ સાઇચા બંન્નએ મળી અબ્બાસ અબ્દુલ સોતા તથા તેના બંન્ને ભાઇઓ હસન સોતા તથા સુલતાન સોતાને ફોન કરી સમાધાન માટે બોલાવી તેઓ ત્રણેયને જેમ ફાવે તેમ ગાળો આપી ઉશ્કેરાઇ જઇ પોતાની પાસેના જીવલેણ હથિયાર વડે હુંમલો કરી અબ્બાસ સોતાને છાતીના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઇજા મોત નિપજાવી તેમજ ફરીયાદી તથા સાથીઓને પાઇપ વડે માર મારી નાની મોટી ઇજાઓ કરી હોય જેથી મોરબી તાલુકા પોલિસ સ્ટેશન ખાતે બંન્ને આરોપીઓ વિરૂધ્ધ મર્ડર અંગેનો ગુન્હો રજીસ્ટર થયેલ.
મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આ ગંભીર પ્રકારના ગુન્હાના બંન્ને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે કાર્યરત કરેલ તે દરમ્યાન ટેક્નીક માધ્યમ, હ્યુમનસોર્સ, તથા ખાનગી બાતમીરાહે માહિતી મેળવી આ ગુન્હાને અંજામ આપનાર બંન્ને આરોપીઓ આસીફભાઇ અલીયાસભાઇ દલ (ઉ.વ.૨) રહે.નવીનવલખી તા.માળીયા (મીં) જી.મોરબી તથા હુશેનભાઇ અભરામભાઇ ઉર્ફે ઇબ્રાહિમભાઇ સાઇચા (ઉ.વ.૨૮) રહે.નવીનવલખી તા.માળીયા (મીં)વાળાને પકડી પાડી આગળની તપાસ કાર્યવાહિ હાથ ધરેલ છે.