Homeગુજરાતમોરબીમાં નવા આર.ટી.ઓ. પાસે ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર 

મોરબીમાં નવા આર.ટી.ઓ. પાસે ઝૂંપડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર 

મોરબીના નવા આર.ટી.ઓ. ઓફિસ પાસે આવેલ ઝૂંપડામાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ અને એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જાંબુડીયા ગામની સીમમાં નવા આર.ટી.ઓ. ઓફિસ પાસે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જાદવજીભાઈ સરાણીયા પોતાના રહેણાંક ઝૂંપડામાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્યાંથી કુલ બોટલ નંગ -૨૩ કિંમત રૂપિયા ૧૩૨૦૫ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular