મોરબી તાલુકાના માનસર અને ખેવાળીયા ગામને જોડતા મુખ્ય ડામર રોડ પર હાલમાં કુદરતી વનસ્પતિ અને ખાસ કરીને ગાંડા બાવળોએ માઝા મૂક્યા છે. જે જંગલ કટીંગ કરવા બાબતે માનસર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના મોજે ગામ માનસર થી ખેવાળીયા સુધી ડામર પટ્ટી રોડ ઉપર ગાંડા બાવળ વધારે હોય જેથી વાહન ચાલક અને તેમજ રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે વાહન ઓવરટેક કરવામાં ગાંડા બાવળ મુશ્કેલ ઊભી કરે છે તો ચોમાસા પહેલા જંગલ કટીંગ કરવા માંગ ઉઠી છે.