Homeગુજરાતટંકારામાં છરીની અણીએ લૂંટ: કલ્યાણપર રોડ પર સિક્યોરિટી ગાર્ડને માર મારી રોકડની...

ટંકારામાં છરીની અણીએ લૂંટ: કલ્યાણપર રોડ પર સિક્યોરિટી ગાર્ડને માર મારી રોકડની લૂંટ ચલાવનાર શખ્સ સામે ફરિયાદ

ટંકારા કલ્યાણપર રોડ પર આવેલી એક ઈન્ડસ્ટ્રીયલ સાઈટ પર રાત્રિના સમયે છરી બતાવી લૂંટ ચલાવવાનો બનાવ સામે આવ્યો છે. એક શખ્સે બાંધકામની સાઈટ પર હાજર સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્રને ધમકાવી, માર મારી ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ રાજકોટની વતની અને હાલ-ટંકારા કલ્યાણપર રોડ મોમીન નગરની બાજુમા રહેતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણી એ આરોપી હાજીયા ઉર્ફે મુન્નો આતંક ફકીર રહે.ટંકારા કલ્યાણપર રોડ ખારા વિસ્તાર, ગામ, ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ટંકારા કલ્યાણપર રોડ મોમીનનગરની બાજુમા નવા બનતા બાંધકામ સાઈડના રૂમમાં ફરીયાદી તથા સાથી રુમમાં હાજર હોય જે રૂમમા આરોપીએ પ્રવેશ કરી ને ફરીયાદી તથા સાથીને બેફામ ગાળો આપી છરી બતાવી મારી નાખવાની ધમકી આપીને ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારીને ફરીયાદીના ખિસ્સામા રહેલ રોકડ રૂપિયા ૭૦૦૦/-ની લુટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular