Homeગુજરાતવાંકાનેરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: પોલીસે એક શખ્સની કરી...

વાંકાનેરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: પોલીસે એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર શહેરના ભમરિયા કુવા પાસે આવેલી એક દુકાનમાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ સુરક્ષા સાધન વિના ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભમરિયા કુવા પાસે આવેલી હુસેની ગેસ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનદાર અલીભાઈ ફકરૂદીનભાઈ મીઠાઈવાલા રહે. વોરાવાડ, નવાપરા મોરબીવાળા આરોપીએ પોતાના કબજા ભોગવટાની હુસેની ગેસ રીપેર નામની દુકાનમાં ગેર-કાયદેસર રીતે પોતાના અંગત ફાયદા સારૂ એલ.પી.જી.ગેસ ભરેલ બાટલાઓમાંથી અલગ અલગ બાટલાઓમાં નળી તથા રેગ્યુલેટર મારફતે ગેસ રીફીલીંગ કરતા લાલ કલરના બાટલા નંગ-૩ તથા ઇલેકટ્રીક ડીજીટલ વજન કાંટો-૧ તથા ગેસ રીફીંલીંગ કરવા માટેની નળી રેગ્યુલેટર સહીત-૧ કુલ કીરૂ. ૧૦,૩૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ બી.એન.એસ. અધીનીયમ -૦૨૦૩ ની ૨૮૭ તથા આવશ્યક ચીજ-વસ્તુ અધીનીયમ ૧૯૫૫ ની કલમ ૩,૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular