Homeગુજરાતમોરબી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-6 ડેપ્યુટી કમિશ્નર દ્વારા સઘન નિરીક્ષણ કરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-6 ડેપ્યુટી કમિશ્નર દ્વારા સઘન નિરીક્ષણ કરાયું

મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર દ્વારા વોર્ડ નં. ૬ ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વોર્ડના સફાઈ કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. તદુપરાંત વિવિધ સોસાયટીમાં તેમજ રોહલાપીર દરગાહ પાસે આવેલ GVP પોઈન્ટ અને આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરમા -ટુ-ડોર કચરા સંગ્રહ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખાટકીવાસ તથા ગ્રીન ચોક વિસ્તારમાં પશુ નોંધણી કરાવેલ માલિકોની માહિતીની તપાસ કરવામાં આવી હતી. લક્ષ્મી માતાનું મંદિર અને પંચેશ્વર મહાદેવ ધાર્મિક સંસ્થાની પણ મુલાકાત લઈ સંબંધિત વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.તેમજ જાહેરમાં પાણીનો બગાડ કરતાં ઇસમો વિરુધ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular