Homeગુજરાતમોરબીમોરબી મનપાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના...

મોરબી મનપાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે આશ્રયગૃહના આશ્રીતો માટે ઈ- નિર્માણ યોજના કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકા ની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૦૬ મેં ના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન આશ્રિતો માટે બાંધકામ શ્રમિક વિભાગ તથા મહાનગરપાલિકાની UCD શાખા ના સહયોગ થી ઈ- નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું.

બાંધકામ શ્રમિક વિભાગની ટીમ દ્વારા આશ્રયગૃહના આશ્રિતોને ઈ-નિર્માણ યોજના ના વિવિધ લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ઈ – નિર્માણ કાર્ડની પ્રોસેસ ઓનલાઈન કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી ના માર્ગદર્શન અને વિભાગીય સુચના અનુસાર સરકારશ્રીની વિવિધ યોજનાઓ નો લાભ આશ્રયગૃહના ઘરવિહોણા આશ્રીતોને મળે તે માટે વિવિધ સરકારી વિભાગ સાથે સંકલન કરી વિવિધ યોજનાઓ ના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં કુલ ૧૭ જેટલા આશ્રિતોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા બાંધકામ શ્રમિક વિભાગની ટીમ અને સંચાલક સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular