Homeગુજરાતમોરબીમોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સર્વ જ્ઞાતી સમુહ લગ્ન...

મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા નવમો સર્વ જ્ઞાતી સમુહ લગ્ન યોજાશે 21 નવ દંપતિઓ લગ્ન ગ્રંથી માં જોડાશે

સમગ્ર મોરબી પંથક માં આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન એવા મોરબી ના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન ની બાજુમા આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજીત નવમો સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન તા 27 / 4 / 2026 સોમવારે બહુચર પાર્ટી પ્લોટ. રોકડીયા હનુમાન મંદિર બાજુમા નવલખી રોડ મોરબી ખાતે કરાયું છે.

આ સમુહ લગ્ન મા સર્વ જ્ઞાતિ ની 21 દિકરીઓ પ્રભુતા માં પગલા માંડશે.દિકરીઓ ને કરીયાવર માં શ્રી ધક્કાવાળી મંદિર અને દાતા ઓના સહયોગથી સોના -ચાંદીના દાગીના સહિત 100 થી વધુ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુ ઓ ભેટ આપવામા આવશે આ સમુહ લગ્ન ની વિધી આચાર્ય. શાસ્ત્રી મુકેશભાઈ જોષી કરાવશે સમુહ લગ્ન મા સંતો મહંતો ના આશીર્વચન સાંજે 7 વાગે હસ્ત મેળાપ સાંજે 7 / 45 કલાકે તેમજ મહાપ્રસાદ સાંજે 7 વાગે આ સમુહ મા સંતો મહંતો, રાજકીય સામાજીક શહેર અગ્રણીઓ. વિવિધ સમાજ ને સંગઠનો, સંસ્થાઓના આગેવાનો. રેલવે અધિકારીઓ મહીલા સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમુહ લગ્ન ને સફળ આયોજનમા મંદિર ના ટ્રસ્ટી ઓ સેવાભાવી ભક્તો સેવાભાવી મહીલા સંસ્થાઓ સહયોગ આપી રહ્યા છે ઉલ્લેખનિય છે કે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ આવતુ દાન મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માં વપરાય છે જેમા દર વર્ષ એ સમુહ લગ્ન.નવરાત્રી મહોત્સવ.સાર્વજનિક દવાખાનુ ગાયો ને ઘાસ ચારો શહેર ની વિવિધ સરકારી સ્કૂલો માં વિધાર્થીઓ ને ચોપડા નોટબુક વિના મૂલ્યે વિતરણ સહીત ની સેવાકીય પ્રવૃત્તિઓ કરી ભકતો એ આપેલ દાન યોગ્ય જગ્યા એ વપરાય છે જે બદલ શ્રી ધક્કાવાળી મંદિર ના સેવાભાવી ટ્રસ્ટીઓ અભિનંદન ને પાત્ર છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular