Homeગુજરાતમોરબીમોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતા ત્રણ...

મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી નવા બસ સ્ટેન્ડ સામે રિક્ષાઓની પાછળ ઉભા રહી ચલણી નોટના નંબર પર હાર-જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને એ-ડિવિઝન પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નવા બસ સ્ટેન્ડ સામે કેટલાક શખ્સો એકઠા થઈને ચલણી નોટના નંબર પર પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ત્રણ ઈસમો જાહેરમાં નોટોની થપ્પીઓ સાથે જુગાર રમતા મળી આવતા આરોપી ભુપેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ રહે. કાયાજી પ્લોટ, મોરબી, પદુભા મનહરસિંહ જાડેજા રહે. સહયોગ સોસાયટી, રવાપર રોડ- રોકડ, જિતેન્દ્ર ગોપાલદાસ બુદ્ધદેવ (રહે. કાયાજી પ્લોટ, મોરબીવાળાને રોકડ રૂપિયા કુલ 10,500 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular