મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક આવેલી કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. મોરબી ફાયર બ્રિગેડ દ્વારા સતત ત્રણ દિવસ સુધી ચાલી રહેલી શોધખોળ બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
મૃતકની ઓળખ સંજયભાઈ વિનુભાઈ જસમુરિયા (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ હાલ નવલખી ફાટક પાસે પરશુરામ મંદિર નજીક રહેતા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ અંતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.