ટંકારા: મિત્રતામાં સામાન્ય અણબનાવ કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો કિસ્સો ટંકારા તાલુકાના હડમતીયા ગામે સામે આવ્યો છે. રાજકોટ કાર લેવા સાથે આવવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે તેના સાથી સાથે મળીને હડમતીયા લગ્ન પ્રસંગમાં આવેલી સ્કોર્પિયો કારમાં તોડફોડ કરી આશરે 30,000/- નું નુકસાન પહોંચાડ્યું હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની અને હાલ મોરબી રેલવે સ્ટેશન પાસે લાયન્સનગર ગ્રીન પેલેસની સામે શેરીમાં રહેતા સાગરભાઈ નરેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.૨૮) એ આરોપી પારસ ઉર્ફે સુલતાન વાઘેલા રહે. રફાળેશ્વર ગામ તા. મોરબી તથા વી.એમ. દાફડા રહે. લિલાપર ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલ હોય ત્યારે આરોપીઓ જુના ઝગડાનો ખાર રાખી ફરીયાદિની રજીસ્ટર નંબર-GJ-38 -AP-5557 વાળી મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કારને ધોકા વડે આગળ-પાછળ તથા સાઈડના કાચ તોડી નાખી આશરે રૂ.૩૦,૦૦૦/-નું નુકશાન કરી આરોપી પારસએ ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.