Homeગુજરાતમોરબીમોરબી ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 કાર્યકરોને 6 વર્ષ માટે કર્યા...

મોરબી ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 કાર્યકરોને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

મોરબી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શિસ્તભંગના પગલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અથવા પક્ષની નીતિ વિરુદ્ધ કામ કરનારા ત્રણ કાર્યકરોને તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, શિસ્તના ભંગ બદલ નીચે મુજબના કાર્યકરો સામે પગલાં લેવાયા છે:

૧. જીતેન્દ્રભાઈ દલપતરામ રામાવત (મોરબી તાલુકો)

૨. રવિભાઈ કેશવજીભાઈ ઘુમલ (મોરબી તાલુક)

૩. દિનેશભાઈ પ્રેમજીભાઈ કૈલા (મોરબી શહેર)

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular