મોરબીની પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી-૨ માં સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને અગાઉ પટાવાળા તરીકે નોકરી કરી ચુકેલા શખ્સે ઓફિસમાં ઘૂસી, જાહેરમાં બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી PGVCL માં ફરજ બજાવતા મહિલા અધિકારીએ આરોપી અનિલ મુળજીભાઈ સોલંકી રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી વિરુદ્ધ છેડતી તેમજ ધમકી બાબતેની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી પોતાની પીજીવીસીએલની કચેરી ખાતે ફરજ પર હતા ત્યારે આરોપીએ વારંવાર ફોન તેમજ મેસેજ કરતા ફરીયાદીએ ફોન ના ઉપાડતા ફરીયાદીની ઓફીસ અંદર ફરીયાદી પાસે જવા માંગતા હોય પરંતુ સિકયુરીટી ના માણસોએ આરોપીને ઓફીસમા નહી જવા દેતા તેઓની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ફરીયાદીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.