Homeગુજરાતમોરબીહળવદમાં જમીનના દલાલી બાબતે ભાગીદારે યુવકને ફોન પર આપી જાનથી મારી નાખવાની...

હળવદમાં જમીનના દલાલી બાબતે ભાગીદારે યુવકને ફોન પર આપી જાનથી મારી નાખવાની ધમકી

હળવદ શહેરમાં જમીનની લે-વેચના જૂના હિસાબ બાબતે બે ભાગીદારો વચ્ચે માથાકુટ થઇ છે જમીન દલાલીના વ્યવહારમાં 5 લાખની માંગણી કરી એક શખ્સે સર્વિસ સ્ટેશન ચલાવતા યુવકને બિભત્સ ગાળો આપી હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ વાણીયાવાડમા રહેતા અને સર્વિસ સ્ટેશનનો ધંધો કરતા ચિંતનભાઈ જીતેન્દ્ર કુમાર રાવલ (ઉ.વ.૨૭) એ આરોપી ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહે. આસોપાલવ સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે જમીનમા ટકાવારી મુજબ પાર્ટનરમાં હોય અને જમીનનો દસ્તાવેજ કરી આપેલ હોય અને જે જમીનમાં દલાલી પણ બન્ને ને મળી ગયેલ અને જે જમીનની લે-વેચ કરેલ તેમા ફરીયાદી પાસે આરોપી એ રૂ. ૫,૦૦, ૦૦૦/- વધારાના માગતા ફરીયાદીએ પાંચ લાખ આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને ફોનમા જેમફાવે તેમ ગાળો આપી ફોનમાં બોલાચાલી કરી જગડો કરતા ફરીયાદીએ ફોન કાપી નાખતા આરોપીએ સાથીના ફોનમા ફોન કરી ફરીયાદીના હાથપગ ભાંગી નાખવા છે તેમ કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular