મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ વીસીપરા પોલીસ ચોકી સ્ટાફ તેમજ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાઇકલ સાથે જોવામાં આવતા જે સાઇકલ નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મોટરસાયકલ મોરબી વીસીપરા રોહિદાસપરા ગુજરાત સોસાયટી સામેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય જેથી આ મોટરસાયકલ કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ દિલીપભાઇ ઉર્ફે ઇમરાન રાજેશભાઇ જાની રહે,મોરબી-૨ વીસીપરા રોહિદાસપરાની બાજુમાં ખાડા વિસ્તાર મોરબીવાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.