મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરે રાત્રિના સમયે મંદિરના તાળા તોડી મંદિરમાથી ચાંદીના છતર અને દાનપેટીમાં રહેલા રોકડ રૂપિયા સહિત ૫૦, ૦૦૦ નાં મુદામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જુના સાદુળકા ગામે રહેતા કનુભા રઘુભા ઝાલા (ઉ.વ. 70) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમા તાળા તોડી મંદિરમા પ્રવેશ કરી અજાણ્યા ચોર ઈસમે શક્તિ માતાજીના મંદિરના મુર્તિના ચાંદિના છતર (આભુષણો) કુલ ચાંદિનુ વજન ૭૫૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૪૮,૦૦૦ તથા રોકડ રૂપિયા ૨૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.