Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન માટેની...

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ (UGD) નેટવર્ક અને ‘નલ સે જલ’ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ૧૧૫ જુદી જુદી વાડી વિસ્તારોને મોટો લાભ મળવા જઈ રહ્યો છે.

૧. મોરબી શહેરના બાકી રહી ગયેલા વાડી વિસ્તાર માટે અંદાજે ૨૬,૬૦૪ વસ્તીને મળશે ગટર અને પાણીની સુવિધા જેમાં ભૂગર્ભની લાઈન માટે ₹ ૧૭.૬૭કરોડ અને પાણીની લાઈન માટે ૯.૫૯(કરોડ)ના ખર્ચે પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા શહેરના વિવિધ ઝોનની હજારોની વસ્તીને સીધો લાભમળશે. ભવિષ્યની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ આ ભૂગર્ભનેટવર્કથી ગંદા પાણીના નિકાલની સમસ્યા કાયમી ધોરણે હલ થશે.

૨. વાડી વિસ્તારોનો સમાવેશ આ યોજનામાં ખાસ કરીને મોરબીના આસપાસના વાડી વિસ્તારોના હિત માટે કરવામાં આવ્યું છે જેમાં મસાલ વાડી, ચાવડા વાડી, ભુચર વાડી, જયપુરીયા વાડી અને વેગણી વાડી વગેરે જેવી જુદી જુદી ૧૧૫ વાડી વિસ્તારનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.

૩. આ પ્રોજેક્ટ માં જુદી જુદી વ્યાસ ધરાવતી પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે. જેમાં પીવાના પાણીની લાઈન માટે ૫૧ કિલોમીટર જેટલી DI પાણીની લાઈન નાખવામાં આવેલ છે.

૪. આ યોજના અંતર્ગત કપુરીની વાડીમાં ભુગર્ભ પપીંગ સ્ટેશન બનાવવાની કામગીરી પુર્ણ થઇ ગયેલ છે. જેથી સદર વિસ્તારમાં ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) આપી નાગરીકો લાભ લઇ શકે તેમ છે.

ભૂગર્ભના હાઉસ કનેક્શન (જોડાણ) માટેની પ્રક્રિયા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે નાગરિકોએ પોતાના ઘર કે વ્યવસાયિક એકમ માટે નવું ગટર જોડાણ મેળવવું હોય, તેમણે મહાનગરપાલિકા ની કચેરી ખાતેથી જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. કચેરી દ્વારા નિયત કરાયેલ ફોર્મ ભરી અને પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ જ અધિકૃત હાઉસ કનેક્શન મેળવી શકાશે.

૫. ‘નલ સે જલ’ પ્રોજેક્ટ – આ પ્રોજેક્ટ હેઠળ દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. વાડી વિસ્તારોમાં રહેતા પરિવારોને હવે દુર સુધી પાણી લેવા જવું નહીં પડે અને ઘરે બેઠા જ શુદ્ધ પાણી મળી રહેશે.

મોરબી મહાનગરપાલિકા અને સંબંધિત એજન્સીઓ દ્વારા આ તમામ કામગીરી પૂર્ણ કરેલ છે, જેથી શહેરની સ્વચ્છતા અને જનસુખાકારીમાં વધારો થાય.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular